/connect-gujarat/media/post_banners/3766c53792d2234a841fe1dbed99d70bd838e72ebe2ccacdeeb8f60a677be642.jpg)
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળીયાનું બરોડા ડેરીના પ્રમુખ પદેથી રાજીનામું લઈ લેવાયા બાદ દીનુ મામાને બરોડા ડેરીના ચેરમેન બનાવવામાં આવ્યા છે.
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર અને પશુપાલકોને ફેટના યોગ્ય ભાવ ન મળતા હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય કેતન ઈનામદાર સહિત ધારાસભ્યોએ ડેરી સામે તંબુ તાણી વિરોધ કર્યો હતો. ત્યારથી ડેરીમાં દિનુમામા અને કેતન ઈનામદાર વચ્ચે જંગ જામ્યો હતો. દિનુ મામાએ રાજીનામું આપતાં જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ નિશાળીયાને પ્રમુખ બનાવાયા હતા જોકે તેમનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું ત્યાર બાદ દીનુ મામાને હવે પ્રમુખ બનાવવામાં આવ્યા છે.આ પ્રસંગે દીનુ મામાએ જણાવ્યુ હતુ કે તેઓ દ્વારા પશુપાલકોના હિતમાં કામ કરવામાં આવશે. આગામી સમયમાં ડેરીમાં દૂધની આવક વધે તેવા પ્રયાસો કરવામાં આવશે





































