વડોદરા: અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળો 2025નો પ્રારંભ થયો,30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું વિતરણ પણ કરાયું

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

New Update
Advertisment
  • અકોટા સ્ટેડિયમમાં દિવ્ય કલા મેળાનો પ્રારંભ

  • કેન્દ્રીય મંત્રીના હસ્તે મેળાને ખુલ્લો મુકાયો

  • દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોનું કરાયું માર્કેટિંગ

  • દિવ્યાંગો માટે રોજગાર મેળાનું પણ કરાશે આયોજન

  • 30 દિવ્યાંગોને 1 કરોડની લોનનું કરાયું વિતરણ

Advertisment

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માના હસ્તે દિવ્યાંગજનો દ્વારા બનાવેલા ઉત્પાદનોના માર્કેટિંગ માટે દિવ્ય કલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે,કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી બી.એલ.વર્માના હસ્તે આ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરાના સાંસદ ડો.હેમાંગ જોષી સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.દસ દિવસના મેળા દરમિયાનભારત સરકારની રાષ્ટ્રીય સંસ્થાઓકોર્પોરેશનો અને NGO દ્વારા દિવ્યાંગોની સમસ્યાઓ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ મેળા હેઠળ તારીખ 17 જાન્યુઆરી 2025ના રોજ દિવ્યાંગો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે.આ પ્રસંગે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી બી.એલ.વર્માએ દિવ્યાંગજનોને શક્ય તમામ મદદની ખાતરી આપતા કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં દિવ્યાંગજનોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી હતી. 

આ ઉપરાંત દિવ્ય કલા મેળામાં ગુજરાતના 30 દિવ્યાંગોને 1 કરોડ રૂપિયાની લોનનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Latest Stories