Connect Gujarat
વડોદરા 

વડોદરા : પીવાના પાણીની સર્જાય વિકટ સમસ્યા, પાણી ખરીદીવાનો સ્થાનિકોને વારો આવ્યો...

શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું

X

વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારના સોમા તળાવ ચાર રસ્તા નજીક વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નથી મળતું, ત્યારે પાણી ન મળવાના કારણે સ્થાનિકોએ એકત્ર થઇ તંત્ર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત્ત કર્યો હતો.

વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા નજીક આવેલી વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશો છેલ્લા 3 મહિનાથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. આ સોસાયટીમાં અંદાજે 200 મકાનમાં પાણીની સમસ્યા સર્જાતા રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પીવાનું પાણી ન મળવાના કારણે વેરો ભરતા રહીશોને પ્રતિદિન ટેન્કરના 700 રૂપિયા અને પ્રત્યેક ઘર દીઠ પીવાના પાણીના જગના 20 રૂપિયા ચુકવવાનો વારો આવ્યો છે.

જોકે, વૈષ્ણવ પાર્ક સોસાયટીના રહીશોએ અગાઉ અનેક વખત સ્થાનિક વોર્ડ કચેરી તથા મ્યુનિસિપલ કચેરી ખાતે વારંવાર રજૂઆત કરી છે. તેમ છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે રોષે ભરાયેલા સ્થાનિકોએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. પરિસ્થિતિ એ પ્રકારે સર્જાય હતી કે, 400 મકાનની સોસાયટીમાં 200 મકાનમાં સમયસર પાણી મળે છે અને અન્ય 200 મકાનમાં પાણીનો કકળાટ જોવા મળ્યો છે, ત્યારે ભર ઉનાળે મોંઘવારી વચ્ચે પીવાનું પાણી ખરીદવાનો વારો આવતા સ્થાનિકો સામે પડતા પર પાટું સમાન ઘાટ સર્જાયો છે.

Next Story