Connect Gujarat
વડોદરા 

વડોદરા : નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લીધું, દૂર સુધી ઢસડાતું ટુ-વ્હીલર CCTVમાં કેદ...

શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.

X

વડોદરા શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.

રાજ્યમાં દરરોજ એકાદ-બે હિટ એન્ડ રનની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરામાં બની હતી. વડોદરા શહેરના જે.પી.પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં કાર ચાલકે અકસ્માત સર્જી ટુ-વ્હીલર ચાલક દંપતિને રસ્તા પર ફંગોળ્યું હતું. જોકે, અકસ્માત સર્જાતા દંપતિનું ટુ-વહીલર કારમાં ફસાયું હતું, ત્યારે કાર ચાલક અકસ્માત સર્જી દૂર સુધી ટુ-વ્હીલરને ઘસેડી જતા માર્ગ પર લાગેલા CCTV કેમેરામાં આ ઘટના કેદ થઈ હતી. તો બીજી તરફ, ટુ-વ્હીલર ચાલક દંપતિ સહિત 2 બાળકોને ગંભીર ઈજા પહોચી હતી. જોકે, કારમાંથી દારૂની બોટલ મળી આવતા કાર ચાલક નશામાં ધૂત હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે હાલ તો આ મામલે વડોદરાની જે.પી.પોલીસે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story