વડોદરા : ભારે વરસાદના કારણે ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદી બની ગાંડીતૂર, કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની છે

New Update

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકા અને ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ડભોઇ નજીકથી પસાર થતી ઢાઢર નદી ગાંડીતૂર બની છે, જ્યાં પૂરની પરિસ્થિતિના પગલે 7 જેટલા ગામો સંપર્ક વિહોણા થયા છે. તો વાઘોડિયા નજીક ગોઝાલી બ્રીજ પરથી ધસમસતા પાણીના પ્રવાહના પગલે માર્ગને બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

સતત 3 દિવસથી વરસાદ વરસતા ઢાઢર નદીમાં નવા નીરની આવક સાથે નદી ગાંડીતૂર બની છે. જેના પરિણામે ડભોઇ તાલુકાના દંગીવાળા, નારણપુરા, કબીરપુરા, કરાલીપુરા, બમ્બોજ, પ્રયાગપુરા અને વિરપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ભારે વરસાદના પગલે નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં વધુ વરસાદ પડે તો વધુ તારાજી સર્જાવાનો ભય સેવાઇ રહ્યો છે, ત્યારે હાલ 7 જેટલા ગામોમાં જનજીવનને અસર પડી રહી છે. રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે, તો ક્યાક મકાનોમાં પણ પાણી ફરી વળ્યા છે. આ સાથે જ વાઘોડિયા રોડ ઉપર આવેલ ગોઝાલી નજીક બ્રીજ ઉપરથી ઢાઢર નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં વહીવટી તંત્ર દ્વારા માર્ગ બંધ કરવાની ફરજ પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.

Latest Stories