વડોદરા : ન્યુ સમામાં રહેતા યુવાનના ઘરે આવ્યું ઇલેકશન કાર્ડ, કોર્ડ પર ફોટો જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો..

યુવકે 18 વર્ષ પૂર્ણ થતાં તેને ઇલેકશન કાર્ડ કઢાવતા તેમાં યુવકના ફોટાની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છપાઈને આવતાં તંત્રની બેદરકારીના દ્રષ્ટાંત સામે આવ્યું છે.

New Update
વડોદરા : ન્યુ સમામાં રહેતા યુવાનના ઘરે આવ્યું ઇલેકશન કાર્ડ, કોર્ડ પર ફોટો જોઈ પરિવાર ચોંકી ઉઠ્યો..

એન્કર : વડોદરાના ન્યુ સામા રોડ પાસે રહેતા યુવકે 18 વર્ષ પૂર્ણ થતાં તેને ઇલેકશન કાર્ડ કઢાવતા તેમાં યુવકના ફોટાની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છપાઈને આવતાં તંત્રની બેદરકારીના દ્રષ્ટાંત સામે આવ્યું છે.

વડોદરા શહેરના ન્યૂ સમા રોડના યુવક જયે 18 વર્ષ પૂરા થતા મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ ઈલેક્શન કાર્ડ કઢાવ્યું હતું જે બાદ 23 ડિસેમ્બરે જય કેનેડા પહોંચી ગયો હતો. થોડા દિવસોમાં તેના ઘરે ચૂંટણી વિભાગ દ્વારા પોસ્ટમાં મોકલાયેલા ઈલેક્શન કાર્ડમાં જયના ફોટાની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છપાઈને આવતાં પરીવાર મૂંઝવણમાં મુકાયો છે. ભારતના નાગરિક તરીકે મારો દીકરો વોટિંગ કરી શકે તે માટે ઉત્સાહભેર ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું, પરંતુ ચૂંટણી વિભાગના છબરડા બાદ હવે નવું ચૂંટણીકાર્ડ કઢાવવા ધક્કા ખાવા પડશે તે નિશ્ચિત છે તેમ પરિવારે જણાવ્યુ હતું.

Latest Stories