/connect-gujarat/media/post_banners/bf2a23f7e9a613a7bdaaaad0bddde36083fcca830581896e108db48ced2e01dd.jpg)
વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે 3 ઝોનમાં તૈયાર કરવામાં આવેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર પૈકી છાણી કોમ્યુનિટી અર્બન સેન્ટર શરૂ કરવાની માંગ કોંગ્રેસ ના કાઉન્સિલરોએ કરી હતી વડોદરા કોર્પોરેશન દ્વારા નાગરિકોની સુખાકારી માટે 4 જોન પૈકી 3 ઝોનમાં કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે.
પરંતુ કોઈ કારણસર હજુ સુધી આ અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવામાં આવ્યા નથી, ત્યારે એક તરફ વડોદરા શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં ખાનગી તેમજ સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે, તેવા સંજોગોમાં કોર્પોરેશન દ્વારા છાણી વિસ્તારમાં તૈયાર થયેલ કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટરને શરૂ કરવાની માંગ સાથે કોંગ્રેસના સ્થાનિક નગરસેવકે સ્થળ મુલાકાત લીધી હતી.
જોકે, કોંગ્રેસના કાઉન્સિલરની મુલાકાત પૂર્વે જ છાણી પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ જતા કોંગ્રેસના મહિલા કાઉન્સિલરે રોષ ઠાલવ્યો હતો. સાથે જ કોર્પોરેશન દ્વારા વહેલી તકે 50 બેડની સુવિધાવાળું અને 24 કલાક કાર્યરત કોમ્યુનિટી અર્બન હેલ્થ સેન્ટર વહેલી તકે શરૂ કરવાની માંગ કરાય હતી. કોંગ્રેસના નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે, છાણી પોલીસને દારૂના અડ્ડાઓ દેખાતા નથી, પરંતુ કોંગ્રેસના કાઉન્સિલર પહોંચે ત્યાં બંદોબસ્તમાં જરૂર ગોઠવાય છે.