-
સાઇકલ પર વિશ્વની સફર
-
માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીનો સાઇકલ પર સાહસિક પ્રવાસ
-
ચેન્જ બીફોર ચેન્જ ક્લાઇમેન્ટના સંદેશ સાથેનો ખેડ્યો પ્રવાસ
-
માર્ગદર્શક સાથે લંડન સુધીની સફર ખેડી
-
ઉર્મી સ્કૂલમાં કરવામાં આવ્યું સ્વાગત અને સન્માન
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા યુવતીએ ચેન્જ બીફોર ક્લાઇમેન્ટ ચેન્જના સંદેશ સાથે સાઇકલ પર લંડન સુધીની સાહસિક સફર ખેડી છે,વિશ્વનો પ્રવાસ ખેડીને પરત ફરતા ઉર્મી સ્કૂલ ખાતે નિશા અને તેના માર્ગદર્શક નિલેશ બારોટનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડોદરાની માઉન્ટ એવરેસ્ટ વિજેતા નિશા કુમારી ચેન્જ બીફોર ક્લાઈમેટ ચેન્જના સંદેશ સાથે વડોદરાથી લંડન સુધી સાઈકલયાત્રાનું સાહસી કાર્ય કર્યું છે,આ પ્રવાસમાં નિશા સાથે તેના માર્ગદર્શક નિલેશ બારોટ મોટર દ્વારા પ્રવાસમાં જોડાયા હતા.નિશાએ વડોદરાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે. ત્યારે 16000 કિ.મીની પર્યાવરણ સુરક્ષાના સંદેશ સાથેની સફળ સાઈકલ યાત્રા બાદ ઉર્મી સ્કૂલના બાળકો દ્વારા ફૂલોની વર્ષા સાથે નિશાકુમારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ બાળકોને પર્યાવરણ સુરક્ષાના સંદેશથી ભારતના ભવિષ્યને તૈયાર કરવાનો હેતુ એ ઉર્મી સ્કૂલ દ્વારા નિશાકુમારીનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.
નિશાકુમારીએ વડોદરાથી લંડનનો સાઈકલ અને માર્ગદર્શક નિલેશ બારોટે મોટર પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. પર્યાવરણ વિષમ બને તે પહેલા આદત બદલોનો પર્યાવરણ સુરક્ષા સંદેશ આપવાનો ઉમદા હેતુ આ સાહસ પાછળ હતો.અને પ્રવાસનો પ્રારંભ જૂન 24માં ઉર્મી સ્કૂલના પ્રાંગણ માંથી જ કર્યો હતો.નિશાકુમારીએ સાઈકલ યાત્રાના અનુભવો બાળકો સામે વર્ણવ્યા હતા.કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.