/connect-gujarat/media/post_banners/154cf31015ab9ef30103e0e29f083eceb704f94e70afefb08611c7c3a40ed9d9.jpg)
વડોદરાના સાવલીમાં આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરાના સાવલી તાલુકાના લામડાપુરા રોડ પર આવેલ સંદીપ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. લાકડાના દરવાજા અને લાકડાની અન્ય ચીજ વસ્તુ બનાવતી કંપનીમાં લાગેલ આગે જોતજોતામા વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાલાઓ દૂર દૂર સુધી જોવા મળતા ભયનો માહોલ ફેલાયો હતો.બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.