/connect-gujarat/media/post_banners/0bab2a2c597c40b3c5927d060bfef236f26997c2532e21f9cd9fa594b0ffd758.webp)
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આ એટલી વિકરાળ હતી કે, તેમાં સમગ્ર કંપની બળીને ખાખ થઈ ગઈ હતી.
વડોદરા જિલ્લાના પાદરાના મહુવડ ગામ પાસે આવેલી વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અફરાતફરી મચી ગઈ હતી આગના પગલે સમગ્ર કંપની બળીને ખાખ થઈ જતા કંપનીમાં કરોડો રૂપિયાના માલ સામાનને નુકશાન પહોંચ્યું હતું.કેમિકલ કંપની હોવાથી કંપનીમાં રાખેલ કેમિકલના જથ્થાના કારણે આગ ભયાનક બનતા કાબૂમાં ના આવતા મેજર કોલ જાહેર કરાતા વડોદરાથી ફાયર બ્રિગેડની ફાયર ફાઇટરો રાત્રે 2 વાગ્યે વિઝન પ્રાઇવેટ લિમિટેડ કંપની પર આગ બૂઝાવવા માટે પહોંચી હતી 15 જેટલી ફાયર વિભાગની ટીમ આગ પર કાબુ મેળવવા કામે લાગી હતી સતત પાણીનો મારો ચલાવી સાત કલાકની ભારે જેહમત બાદ ફાયર ફાઇટરોને આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે