વડોદરા: પંચમુખી હનુમાન પાસે બીજા માળે આવેલા કાફેમાં આગ લાગતા નાસભાગ મચી

વડોદરા શહેરમાં પંચમુખી હનુમાન પાસે ખાનગી કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા કાફેમાં આગ લાગી હતી.જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

New Update
Advertisment
  • ખાનગી કોમ્પલેક્ષના બીજા માળે લાગી આગ

  • કાફેમાં આગ લાગતા દોડધામ મચી

  • શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

  • ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ

  • કોઈ જાનહાની ન નોંધાતા રાહત

Advertisment

વડોદરા શહેરમાં પંચમુખી હનુમાન પાસે ખાનગી કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા કાફેમાં આગ લાગી હતી.જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.

વડોદરામાં શહેરમાં તારીખ 2જી જાન્યુઆરીની મોડી સાંજે પંચમુખી હનુમાન પાસે આવેલા કોમ્પલેક્ષના કાફેમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આગ લાગતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ સ્થળ પર દોડી ગયું હતું અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગના પગલે કોઈ જાનહાની નોંધાઈ નહોતી.પરંતુ કાફે પાસે તંત્રના જરૂરી પરવાનગીના પુરાવા અને ફાયર NOC સહિતની પરમિશન છે કે નહીં તે તપાસનો વિષય બન્યો હતો.

 

Latest Stories