વડોદરા : છાણી વિસ્તારમાં ગેરેજ ભડકે બળતા ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનો સામાન ખાખ..!

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

New Update
વડોદરા : છાણી વિસ્તારમાં ગેરેજ ભડકે બળતા ફાયર ફાઇટરો દોડ્યા, લાખોનો સામાન ખાખ..!

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મેઈન ગેટ સામે ગેરેજમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ GSFCના મુખ્ય ગેટની સામે આવેલ હિન્દુસ્તાન ગેરેજમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ બનાવને લઇ વડોદરા ફાયર કંટ્રોલમાં કોલ મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ GSFC ફાયર વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી, જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ ફાયર ફાઇટરો સમગ્ર આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, વિકરાળ આગના કારણે ગેરેજમાં રહેલો લાખોની કિંમતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગળ લાગવાનુ કારણ હાલ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories