New Update
વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં આવેલા ઘોડાપુર આવતા આખું શહેર જળબંબાકાર બની ગયું હતું,પૂરના પાણી ઓસરી ગયા બાદ હવે પૂરગ્રસ્તોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે,અને સોસાયટીની બહાર નેતાઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવવામાં આવ્યા છે.
વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી દીધી છે,હવે જ્યારે પૂર બાદ શહેરમાં જનજીવન રાબેતા મુજબ ધબકતું થઈ રહ્યું છે,ત્યારે બીજી તરફ પૂરગ્રસ્તોમાં ભાજપના નેતાઓને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે.શહેરના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીના મત વિસ્તારમાં વોર્ડ નંબર 4 ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઈદીપ સોસાયટીના રહીશોએ સોસાયટી ગેટ પર નેતાઓના પ્રવેશ અંગે પ્રતિબંધનું બેનર લગાવ્યું હતું અને વિરોધ વ્યક્ત કર્યો હતો.સોસાયટીના રહીશોએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું ચૂંટણીમાં મત માંગવા માટે દોડી આવતા નેતાઓ પૂરનું પાણી ભરાયું ત્યારે કોઈ નેતા જોવા પણ આવ્યા નથી,હવે અમારે નેતાઓની મદદની જરૂર નથી અને કોઈ નેતાએ સોસાયટીમાં આવવું નહીં.