વડોદરા શહેરમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા અનેક લોકોના જીવ બચાવાયા છે, અને તેઓની રાઉન્ડ ધ ક્લોક સેવાથી લાખો લોકોને યોગ્ય સમયે સારવાર મળે છે, ત્યારે હવે પ્રથમવાર એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ ખાતે રિફર કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરમાં પહેલીવાર 108ની એર એમ્બ્યુલન્સનો ઉપયોગ કરાયો છે. 62 વર્ષિય રૂપાબહેન પટેલ પોતાના ઘરે ગયા હતા, ત્યારે તેઓ પડી જતા તેમને ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, વધુ સારવાર માટે મુંબઈ લઈ જવાના હોવાથી તેમના પરિવાર તેઓને એર એમ્બ્યુલન્સ માટે રજૂઆત કરાતાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરાઈ હતી.
ત્યારે શહેરમાંથી પ્રથમવાર એર એમ્બ્યુલન્સ મારફતે મહિલા દર્દીને મુંબઈ ખાતે રિફર કરવામાં આવ્યા છે. મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેઓને પગ અને કમરમાં ખૂબ પીડા થતી હોવાથી રિફર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 24 કલાકની પ્રક્રિયા બાદ તેઓને એર એમ્બ્યુલન્સ મળતાં શુક્રવારે હરણી એરપોર્ટથી મુંબઈ ખાતે ખસેડાયા હતા.