Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં પાવાગઢ ટ્રસ્ટનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ ગયો

X

વડોદરા શહેરના ચકચારી દુષ્કર્મ પ્રકરણમાં આરોપી અને પાવાગઢ ટ્રસ્ટનો પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ પોલીસ સામે ઘુંટણીયે પડી ગયો છે. આરોપી રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ ગયો છે પણ પોલીસે હજી સત્તાવાર જાહેરાત કરી નથી.

વડોદરામાં રહેતી અને મુળ હરિયાણાની યુવતી એલ.એલ.બીનો અભ્યાસ કરે છે. તેણે તારીખ 19મીના રોજ વડોદરાના જાણીતા સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિર ટ્રસ્ટના પુર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ વિરૂધ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. રાજયભરમાં ચકચારી બનેલા આ પ્રકરણમાં બંને આરોપીઓની યુવતી સાથેની બેડરૂમની તસવીરો સામે આવતાં સમાજમાં આગેવાન બનીને ફરતાં બંને આરોપીના ચહેરા બેનકાબ થઇ ગયાં છે. રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પીડીતાને ન્યાયની ખાતરી આપી છે ત્યારે વડોદરા પોલીસ દોડતી થઇ છે. પોલીસ કમિશ્નર શમશેરસિંઘે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી દીધી છે. પોલીસની ભીંસ વધી જતાં આરોપી અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ નાટ્યાત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો છે. જોકે પોલીસતંત્ર દ્વારા આ અંગે કોઇ સમર્થન અપાયું નથી. જ્યારે બીજો આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન વડોદરા બહાર સલામત સ્થળે આશ્રય લઇ રહ્યો છે, તે પણ આગામી દિવસોમાં નાટ્યત્મક રીતે ક્રાઇમ બ્રાંચમાં હાજર થઇ જાય એવી શક્યતા છે. આ હાઇપ્રોફાઇલ દુષકર્મ પ્રકરણમાં મીડિયાને દૂર રાખવા ક્રાઇમ બ્રાંચ દ્વારા પાણીગેટ ભદ્રકચેરી સ્થિત એની કચેરીના ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલએલબીના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારી નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈને હેવાનિયત પર ઊતરી આવી દુષ્કર્મ આચર્યું હતું. રાજુ ભટ્ટની ધરપકડ અંગે વડોદરા પોલીસે હજી સત્તાવાર જાહેરાત કરી નથી.

Next Story