વડોદરા: સંસ્કારી નગરીને લજ્જિત કરતી દુષ્કર્મની ઘટના, સગીરા સાથે ગેંગ રેપના બનાવથી ચકચાર

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

New Update

વડોદરામાં સગીરા બનીગેંગ રેપનો ભોગ

નવરાત્રીમાં જ સંસ્કારી નગરી થઇ લજ્જિત

સગીરા તેના મિત્ર સાથે લક્ષ્મીપુરાથી ભાયલી ગઇ હતી

અવાવરૂ જગ્યાએ જઈને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી

બે બાઇક પર પાંચ યુવકો ત્યાં આવ્યા હતા

પાંચ માંથી ત્રણ યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

પોલીસેFSL નીમદદથી શરૂ કરી તપાસ

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં નવરાત્રીનીરાત્રીએજ ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવતા જ સંસ્કારી નગરી લજ્જિત બની છે.વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીનામંદિર તરફ જવાના રસ્તે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.સગીરા પોતાના મિત્ર સાથે અવાવરું જગ્યામાં બેઠી હતી,તે દરમિયાન બે બાઈક પર પાંચ અજાણ્યા યુવકો આવ્યા હતા,અને યુવતી અને યુવક સાથે હિન્દી તેમજ ગુજરાતીમાં અભદ્ર ભાષામાં વાત કરીને ત્રણ યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનાનીજાણ તાલુકા પોલીસ મથકને થતા જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આજેવહેલી સવારથી જ પોલીસ દ્વારા રોડને કોર્ડન કરીનેFSLની મદદથી વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથધરવામાં આવી હતી.આચકચારી ઘટનાની સઘન તપાસમાં વડોદરા ક્રાઇમબ્રાન્ચ,SOG,PCB સહિતની ટીમ જોડાઇ છે.પોલીસનીઝીણવટભરી તપાસમાં પીડિતાના ચશ્મા તુટેલી હાલતમાં અને ઘૂઘરી રોડ પરથી મળી આવ્યા છે. અને આરોપીઓની ધરપકડ માટેનાપોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.અને પીડિતાનું તબીબી પરીક્ષણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.