વડોદરા: સંસ્કારી નગરીને લજ્જિત કરતી દુષ્કર્મની ઘટના, સગીરા સાથે ગેંગ રેપના બનાવથી ચકચાર

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

New Update

વડોદરામાં સગીરા બની  ગેંગ રેપનો ભોગ  

નવરાત્રીમાં જ સંસ્કારી નગરી થઇ લજ્જિત 

 સગીરા તેના મિત્ર સાથે લક્ષ્મીપુરાથી ભાયલી ગઇ હતી   

અવાવરૂ જગ્યાએ જઈને સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી   

બે બાઇક પર પાંચ યુવકો ત્યાં આવ્યા હતા

પાંચ માંથી ત્રણ યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું

પોલીસે FSL ની મદદથી શરૂ કરી તપાસ 

વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,પોલીસ દ્વારા બનાવ અંગે તલસ્પર્શી તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરામાં નવરાત્રીની રાત્રીએ જ ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવતા જ સંસ્કારી નગરી લજ્જિત બની છે. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી આશાપુરા માતાજીના મંદિર તરફ જવાના રસ્તે ગત રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.સગીરા પોતાના મિત્ર સાથે અવાવરું જગ્યામાં બેઠી હતી,તે દરમિયાન બે બાઈક પર પાંચ અજાણ્યા યુવકો આવ્યા હતા,અને યુવતી અને યુવક સાથે હિન્દી તેમજ ગુજરાતીમાં અભદ્ર ભાષામાં વાત કરીને ત્રણ યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકને થતા જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આજે વહેલી સવારથી જ પોલીસ દ્વારા રોડને કોર્ડન કરીને FSLની મદદથી વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.આ ચકચારી ઘટનાની સઘન તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ,SOG,PCB સહિતની ટીમ જોડાઇ છે.પોલીસની ઝીણવટભરી તપાસમાં પીડિતાના ચશ્મા તુટેલી હાલતમાં અને ઘૂઘરી રોડ પરથી મળી આવ્યા છે. અને આરોપીઓની ધરપકડ માટેના પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.અને પીડિતાનું તબીબી પરીક્ષણ માટેની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

#Gujarat #CGNews #Vadodara #minor #Gang-rape #Rape case #civilized
Here are a few more articles:
Read the Next Article