Connect Gujarat
વડોદરા 

વડોદરા : હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરાયું, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની ખાસ ઉપસ્થિતિ

વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું,

X

વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું,જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ગુરૂહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીના 88મા પ્રાગટય પર્વે ગુરૂહરિ પ્રબોધજીવન સ્વામિ મહારાજ અને ભક્તો દ્વારા વડોદરા શહેરના લેપ્રેસી ગ્રાઉન્ડ ખાતે હરિભક્તિ મહોત્સવ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.ધર્મ સભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, ધર્મ સભામાં પહોંચતા અગાઉ તેજ પવનોના કારણે વિકટ પરિસ્થિતિ ઉદભવી હતી. પરંતુ સૌનો ભાવ હોવાના કારણે વિલંબથી પણ ઉપસ્થિત રહ્યો છું. ધર્મ વગરનું વિજ્ઞાન વિનાશ નોતરે છે. જીવનમાં તમામ ક્ષેત્રે ધર્મની આવશ્યકતા છે.

ધર્મસભા જ જીવનની દિશા દર્શાવે છે. તેજ ગતિથી દોડતા જીવનની અમૂલ્ય ઘડીઓમાં અનેક પ્રશ્નોનું સમાધાન અહીં થતું હોય છે. ધર્મ સભામાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જરૂરી છે. જેથી મારુ ચિત્ત સંતવાણીમાં રહે તેઓ સતત પ્રયાસ કરું છું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ એક ભારત શ્રેષ્ઠ ભારત સંકલ્પને સાકાર કરવા વર્ષ દરમિયાન માત્ર 75 કલાકનો સમય દેશભક્તિ માટે ફાળવવા આહવાન કર્યું છે. તે અંગે પણ ભાર મૂકવો જોઈએ. આ પ્રસંગે સર્વ સંપ્રદાયોના પૂજ્ય સંતો, મુખ્યમંત્રી, મહંતો,સાંસદ,ધારાસભ્યો, મેયર, પદાધિકારીઓ અને હજારોની સંખ્યામાં ભાવિકો ગુરુ વંદના માટે ઉપસ્થિત રહ્યા હતા.

Next Story