Connect Gujarat
વડોદરા 

વડોદરા : દિવાળી ટાણે આરોગ્ય વિભાગ એક્શનમાં, મીઠાઇ-ફરસાણની દુકાનો પર ચેકિંગ હાથ ધર્યું...

વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

X

વડોદરામાં મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શંકાસ્પદ અખાદ્ય ખોરાકના નમૂના મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા.

દિવાળીનો તહેવાર નજીક આવતાં જ હવે વડોદરા કોર્પોરેશનની આરોગ્ય શાખાની ટીમ શહેરભરમાં ફરી વળી છે. ફૂડ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નોટિફિકેશન આધારે વડોદરામાં મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મનપાના અધિકારીઓનું કહેવું છે કે, દિવાળીના તહેવારો દરમ્યાન લોકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોરવા જીઆઇડીસી વિસ્તારમાં આરોગ્ય વિભાગ ફરસાણ અને મિઠાઇના ઉત્પાદકો પર ત્રાટક્યું હતું. આ સાથે જ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ ગૃહ ઉદ્યોગોમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં શંકાસ્પદ ફરસાણ તેમજ મિઠાઇના નમૂના મેળવી પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા હતા.

Next Story