Connect Gujarat
વડોદરા 

વડોદરા:આરોગ્ય વિભાગ દ્વારા રસ્તે રખડતા લોકો અને ભિક્ષુકો માટે કેમ્પનું કરવામાં આવ્યુ આયોજન,2 હજારથી વધુ લોકોની કરવામાં આવી તપાસ

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકો માટે આયોજિત કેમ્પમાં 2200 થી વધુ લોકોને તપાસ કરાવી હતી

X

કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકો માટે આયોજિત કેમ્પમાં 2200 થી વધુ લોકોને તપાસ કરાવી હતી જેમાં 500થી વધુ દર્દીઓ મળી આવ્યા હતા.

વડોદરા શહેરમાં ભિક્ષુકો અને રસ્તે રખડતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે નો ચાર્જ સંભાળ્યા બાદ અર્પિત સાગરે ભિક્ષુકોની હાલત જોતા તાત્કાલિક આરોગ્ય વિભાગમાં સૂચના આપી વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ આયોજિત કરવા જણાવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં કુલ 2200 થી વધુ રસ્તે રખડતા અને ભિક્ષુકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી જેમાં 500થી વધુ ભિક્ષુકોને અને તેમના બાળકોને ચર્મ રોગ સહિતની વિવિધ બીમારીઓ જોવા મળી હતી જે તમામને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી જ્યારે વાડી વિસ્તારમાં શનિદેવ મંદિર પાસે આયોજિત કેમ્પમાં યમુનામી અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર કલ્પેશ રાઠવા અને તેમની ટીમે મેડિકલ કેમ્પ યોજયો હતો જેમાં 100થી વધુ લોકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી

Next Story