/connect-gujarat/media/post_banners/f006526816d847635e874fbf26715c713995f3f4307fef1ad9ee5d310df72ee7.jpg)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 9વર્ષ પૂર્ણ થતાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના દેવનગર ખાતે જનસંપર્ક અભિયાનમાં ઉપસ્થિત રહ્યા હતા
નરેન્દ્ર મોદીનના નેતૃત્વમાં સરકારના 9 વર્ષના સુશાસન કાળ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર જીલ્લાઓમાં જનસંપર્ક અભિયાન શરૂ કરી જન જન સુધી નરેન્દ્ર મોદીની સરકારે કરેલા લોકપયોગી વિવિધ યોજનાઓને પહોંચાડવાનું આયોજન કર્યું હતું જેના ભાગરૂપે તમામ શહેરોના વોર્ડ વિસ્તારોમાં તથા સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી રહી છે ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા શહેરના વાસણારોડ પેટ્રોલપંપ નજીકના દેવનગર ખાતે જનસંપર્ક કાર્યક્રમ માટે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓનું વડોદરાના મેયર નિલેશ રાઠોડ તથા અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઇલેક્શન વોર્ડ નં.10ના પદાધિકારીઓ, કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી, ઢોલનગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પગપાળા દેવનગર ખાતે ઘરે ઘરે જઇ નરેન્દ્ર મોદીના સુશાસન કાળના નવ વર્ષ દરમિયાન સરકારે યુવાઓ, શોષિતો, વંચિતો, મહિલાઓ, વિધ્યાર્થીઓ, વૃધ્ધો માટે જે વિવિધ સરકારી યોજનાઓ થકી તમામ વર્ગના લોકોની ચિંતા કરી અને લાભો આપ્યા છે તે અંગેની લોકોને જાણકારી મળી રહે તે માટેની પત્રિકાઓ સાથે લોકોને માહિતગાર કર્યા હતા.