વડોદરા : સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાયો, રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ

વડોદરા શહેરમાં થયેલી 4 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી

  • સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી મામલે પોલીસ કાર્યવાહી

  • પ્રોફેશનલ રીતે ચોરી કરનાર 2 રીઢા આરોપીઓની ધરપકડ

  • દાગીનારોકડ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • ક્રાઈમ બ્રાન્ચ પોલીસે રૂ. 74.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

વડોદરા શહેરમાં થયેલી 4 જેટલી ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢી રૂ. 74 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે સમા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પ્રોફેશનલ રીતે ચોરી કરનાર 2 રીઢા આરોપીઓને પોલીસે ઝડપી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નંદનવન સોસાયટીમાં રૂ. 18 લાખની ચોરી બાદ ક્રાઈમ બ્રાન્ચે CCTV, ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં મુખ્ય આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ ઉર્ફે નિખીલ કિશનલાલ દધીચ અને તેનો સાગરીત સુરેશ ઉર્ફે રાજવીર દેવનારાયણ સેનની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે સોના-ચાંદીના દાગીનારોકડ અને મોબાઈલ મળી રૂ. 74.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે પોલીસે શહેરમાં થયેલી 4 અલગ અલગ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

Latest Stories