/connect-gujarat/media/post_banners/7cb8988ccae6e908e839cc5f723749fa0dff056f8a811cbed98bbdcd735ae39c.jpg)
વડોદરાની એક વિધવા મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ ગિફ્ટ છોડાવવાના નામે રૂપિયા 6.47 લાખ પડાવી લેનાર નાઈજિરિયન ગેંગના 2 સાગરિતોને પોલીસે ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાની મહિલા સાથે ફ્રેન્ડશીપ કર્યા બાદ વાત કરનાર ઠગ નાઈજિરિયન ગેંગના સાગરિતે શિપિંગ કંપનીમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં આ શખ્સે વડોદરામાં મિલકત લેવાના નામે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યારબાદ ઠગે એક કીમતી ગિફ્ટ મોકલી હોવાનું કહી મહિલાને લાલચ આપી હતી. આ સાથે જ કસ્ટમમાંથી ગિફ્ટ છોડાવવાના નામે કસ્ટમ ઓફિસર તેમજ અન્ય વ્યક્તિએ મહિલા સાથે વાત કરી હતી. ત્યારબાદ ઠગે પણ પૈસા ભરીને પાર્સલ છોડાવી લેવા વિનંતી કરતા મહિલાએ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિલાએ રૂપિયા 6.47 લાખ ચૂકવી દીધા છતાં ટોળકી દ્વારા કોઈને કોઈ બહાને રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી, ત્યારે આખરે મહિલાને શંકા જતાં સાયબર સેલને ફરિયાદ કરી હતી. જેથી સાયબર સેલે આરોપીઓનું લોકેશન મેળવી દિલ્હી ખાતે વોચ ગોઠવી હતી. જેમાં નાઈજિરિયન ગેંગના 2 સાગરિતોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.