Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાય, જુઓ કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંગે શું કહ્યું..!

હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા

X

“મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વડોદરા ખાતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગૌરવપૂર્ણ રીતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે.

જે અંતર્ગત ગુજરાતભરમાં તા. ૯મી ઓગષ્ટથી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થયો છે, ત્યારે વડોદરા ખાતે આયોજિત વિવિધ કાર્યક્રમો થકી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં લોકો ઉત્સાહપૂવર્ક જોડાઈને માતૃભૂમિ પ્રત્યેની પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા શહેરમાં તિરંગા યાત્રા યોજી દેશભક્તિના માહોલમાં હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનમાં જોડાયા હતા. કોંગ્રેસ પર નિશાન સાધતાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કોંગ્રેસની ભારત જોડો યાત્રા, ભારત તોડવાવાળી યાત્રા છે, જ્યારે કેન્દ્ર સરકારની તિરંગા યાત્રા ભારત દેશને એક કરવાવાળી યાત્રા છે.

Next Story