Connect Gujarat
વડોદરા 

વડોદરા: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં 293 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું

X

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરના આઉટ ગ્રોથ વિસ્તારમાં 293 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું

મુખ્યમંત્રીએ વડોદરા શહેરના નાગરિકોની સુવિધા તથા સુખાકારીમાં ઉત્તરોતર વધારો થાય તે માટે રૂપિયા 243 કરોડના 17 વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને રૂપિયા 50 કરોડના 6 વિકાસકાર્યોના લોકાર્પણ કર્યા હતા. જેમાં કાંસ, પંપ હાઉસ, ડ્રેનેજ નેટવર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતના આવાસો, વરસાદી ગટરનું કામ, પાણીની નળીકાનું કામ, રસ્તાના રીસર્ફેસીંગના કામ સહિતના વિકાસના વિવિધ કામોનો સમાવેશ થાય છે. જ્યારે લોકાર્પિત થયેલા વિકાસકાર્યોમાં કિશનવાડી ખાતે નવીન અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના બિલ્ડીંગ ઉપરાંત શહેરના નાગરિકો સંબંધિત ઓનલાઈન સેવાઓ ઉપલબ્ધ કરાવવાના કામ, હરણી તેમજ દરજીપુરા વિસ્તારમાં પાણી વિતરણ નળિકાના નેટવર્કનું લોકાર્પણ (ફેઝ-૧), વેમાલી ખાતે 13 એમ. એલ. ડી. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ સુશેન સર્કલથી જાંબુઆ ટાંકી સુધી એમ. એસ. ફીડર લાઈન સહિતના કામોનો સમાવેશ થાય છે.

Next Story