વડોદરા : પોલીસકર્મીએ માસૂમ બાળકને જાહેરમાં માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ.

નંદેશરી વિસ્તારમાં પોલીસકર્મી દ્વારા રસ્તા પર રમતા માસૂમ બાળકને ઢોર માર મારવાની ઘટના CCTVમાં કેદ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

New Update
વડોદરા : પોલીસકર્મીએ માસૂમ બાળકને જાહેરમાં માર્યો ઢોર માર, ઘટના CCTVમાં કેદ.

વડોદરા શહેરના નંદેશરી વિસ્તારમાં પોલીસકર્મી દ્વારા રસ્તા પર રમતા માસૂમ બાળકને ઢોર માર મારવાની ઘટના CCTVમાં કેદ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

"પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર તો તમે વાંચ્યું અને સાંભળ્યું પણ હશે. પરંતુ વડોદરા શહેરની બહાદુર કહેવાતી પોલીસે આ સૂત્રના અસ્તિત્વને ખતમ કરવાની જાણે નેમ લીધી હોય તેમ લાગી રહ્યું છે. શહેરના નંદેશરી વિસ્તારમાં કેટલાક માસૂમ બાળકો રમત રમી રહ્યા હતા. આ દરમ્યાન ત્યાંથી પસાર થતી પોલીસની PCR વાન સામે રમતા રમતા એક બાળક આવી જતા, પ્રજાના રક્ષક કહેવાતા પોલીસ જવાને પોતાનું માનસિક સંતુલન ગુમાવ્યું હતું. પોલીસ જવાનની ગુસ્સાથી ભરેલી લાલચોળ આંખો જોઈ માસૂમ બાળક ડરીને ત્યાંથી ભાગી ગયું હતું. રોષે ભરાયેલા પોલીસ જવાને જાણે કોઈ મોટા ગુનેગારને પકડવાનો હોય તેમ બાળક પાછળ દોટ મુકતા ત્યાં હાજર લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.

પોલીસના ડરથી ગભરાયેલું બાળક નજીકની દુકાનમાં છુપાઈ જતા, પોલીસ જવાને બાળકને દુકાનમાં ઘૂસીને ઢોર માર માર્યો હતો. બાદમાં આ પોલીસ જવાને માસૂમ બાળકને દુકાનની બહાર કાઢી જાહેરમાં ગડદા પાટુંનો માર મારી લાતો મારી હતી. બાળકને કેટલીક ગંભીર ઇજાઓ પોહચી હતી. પોલીસ દ્વારા ઢોર માર મરાતા હાલ આ બાળક આઘાતમાં સરી પડ્યું છે. પોલીસ કર્મચારીની માસૂમ પર અત્યાચાર કરવાની શરમાવે તેવી આ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ચૂકી છે, જેના પરથી એ ફલિત થાય છે કે, ગુનેગારોમાં પોતાનો ડર ન ઉભો કરી શકનાર વડોદરા શહેર પોલીસ માસુમો પર અત્યાચાર ગુજારી પોતાની બહાદુરી સાબિત કરી રહી છે. જોકે, ઘટનાના 12 કલાક બાદ પોલીસ વિભાગ દ્વારા બાળક પર અત્યાચાર કરનાર કોન્સ્ટેબલ શક્તિસિંહને સસ્પેન્ડ કરી બાળકને મેડિકલ ટ્રીટમેન્ટ આપી હતી.

Latest Stories