/connect-gujarat/media/post_banners/3e2e7065cd6821408859098be3e0402cbf5783adc867f5c449c02b6e228efdda.jpg)
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બંદોબસ્ત સમયે નશામાં ધૂત પોલીસ કર્મીને સ્થાનિકોએ ભગાડ્યો હતો. નિર્દોષ લોકોને આ પોલીસકર્મીએ નશામાં લાકડીનો માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વડોદરાના ફતેપુરા વિસ્તારમાં બંદોબસ્ત સમયે નશામાં ધૂત પોલીસ કર્મીને સ્થાનિકોએ ભગાડ્યો હતો. પોલીસની ટીમ દબાણ હટાવવા ગઈ તે સમયની આ ઘટના છે. નિર્દોષ લોકોને આ પોલીસકર્મીએ નશામાં લાકડીનો માર માર્યો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. મળતી માહિતી મુજબ, મહાનગર પાલિકા ફતેપુરા વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગઈ હતી. દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાની ટીમ કામગીરી કરી રહી હતી. ત્યારે આ સમયે બંદોબસ્તમાં રહેલો એક પોલીસ જવાન નશો કરેલી હાલતમાં જોવા મળ્યો. જેથી સ્થાનિકો રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો. જોકે લોકોનો રોષ જોતાં પોલીસકર્મી ત્યાથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો કે, નશામાં ધૂત પોલીસકર્મીએ નિર્દોષ લોકોને લાકડીથી ફટકાર્યા. હાલતો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.