વડોદરા : પાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM-MPHW વર્કરોની આંતરિક બદલી, કર્મચારીઓમાં રોષ...

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM તથા MPHW વર્કરોની હાલમાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી,

New Update
વડોદરા : પાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM-MPHW વર્કરોની આંતરિક બદલી, કર્મચારીઓમાં રોષ...

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM તથા MPHW વર્કરોની હાલમાં આંતરિક બદલીઓ કરવામાં આવી હતી, ત્યારે આ બદલીનો હુકમ રોકવામાં આવે તેવી માંગ સાથે તમામ કર્મચારીઓ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખામાં ફરજ બજાવતા ANM તથા MPHW વર્કરો વિવિધ વિસ્તારોમાં ફરી ઋતુજન્ય રોગોના સર્વેની કામગીરી કરે છે. હાલમાં જ તેઓની આંતરિક બદલીઓ કરવામાં આવી છે, ત્યારે આ કર્મચારીઓમાં મોટાભાગના કર્મચારીઓ શહેર બહારના હોય અને નવા વિસ્તારમાં કામગીરી કરવી કઠિન હોવાનું જણાવ્યું હતું. કારણ કે, છેલ્લા 9-10 મહિના પહેલા નિમણૂક પામેલા તમામ કર્મચારીઓ માંડ પોતાના વિચારોથી જાણકાર થયા હતા, ત્યારે હવે નવા વિસ્તારમાં કામગીરી કરવીએ સહેલી ન હોવાનું પણ કર્મચારીઓએ જણાવ્યું હતું. એટલું જ નહીં આ બદલીનો હુકમ તાત્કાલિક રોકવામાં આવે તેવી માંગ સાથે તમામ કર્મચારીઓ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા.

Latest Stories