Connect Gujarat
વડોદરા 

વડોદરા : આકાશી યુધ્ધ માટે "હથિયાર" સજાવવા પતંગ રસિકોનો જમેલો

કોરોનની મહામારી વચ્ચે પતંગના પર્વનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે . ઉતરાયણના દિવસે પેચ કાપવા માટે પતંગ રસીકો અવનવી દોરી સુતાવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

X

કોરોનાની મહામારી વચ્ચે પતંગના પર્વનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે . ઉતરાયણના દિવસે પેચ કાપવા માટે પતંગ રસીકો અવનવી દોરી સુતાવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

ગુજરાતમાં નવરાત્રિ બાદ સૌથી વધારે કોઈ ઉત્સવ લોકપ્રિય હોય તો તે ઉતરાયણ પર્વ છે. ગામડું હોય કે મહાનગર તમામ સ્થળોએ તમને પતંગ ચગતી જ જોવા મળી જશે . ઉતરાયણ પર્વ આડે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે પતંગ રસિયાઓ પતંગ અને દોરાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરની વાત કરવામાં આવે તો કોરોનાની મહામારી બાદ શહેરવાસીઓ ફરીથી તહેવારોની ઉજવણીમાં જોતરાઈ ગયા છે . હાલમાં વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં પતંગની દુકાનો અને હાટડીઓ ખુલી ચૂકી છે . ખાસ કરીને યુવા વર્ગ અવનવા પ્રકારની દોરી સુતાવા માટે દોડધામ કરી રહ્યો છે.

વડોદરાના કારીગરો દોરી સુતવા માટે રાજ્યભરમાં જાણીતા છે. માંડવીમાં ભરતું પતંગ બજાર આગવી ઓળખ પ્રાપ્ત કરી ચૂક્યું છે .પતંગની હાટડીઓની બહાર લાલ, સફેદ, પીળા અને લીલા કલરની દોરીઓ આકર્ષણ જમાવી રહી છે તો હાથથી દોરી સુતતા કારીગરો થાંભલાઑનો સહારો લઈ રહ્યા છે. ઉતરાયણના દિવસે એકબીજાના પેચ કાપવા વડોદરાવાસીઓ આતુર થઈ ગયા છે. પતંગનું પર્વ કોઈના માટે જીવલેણ સાબિત ન થાય તે માટે સલામતી અને સુરક્ષા સાથે પતંગ ઉડાડવા માટે કનેકટ ગુજરાત સૌ વડોદરા વાસીઓને આગ્રહપુર્વક અપીલ કરે છે .

Next Story