Connect Gujarat
વડોદરા 

વડોદરા : કોટણા ગામ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બન્યું,વન ડે પિકનિક માટે લોકોની પહેલી પસંદગી

વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે.

X

વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે. વડોદરા પાસે કોઈ એવું બીચ નથી, જેથી આ નદી કિનારાને જ સહેલાણીઓએ બીચ તરીકેની ઓળખાણ આપી દીધી છે.

કોટણા બીચ, વડોદરા શહેરથી લગભગ 15-20 કિલોમીટરના અંતરે જ આવેલું નાનકડું ગામ છે. જ્યાં આ સુંદર નદી કિનારો આવેલ છે. વડોદરા પાસે કોઈ એવું બીચ નથી, જેથી આ નદી કિનારાને જ સહેલાણીઓએ બીચ તરીકેની ઓળખાણ આપી દીધી છે. વડોદરાથી કાર અને ટુ વહીલર લઈને જઇ શકાય છે. વડોદરા શહેરની નજીક આવેલું કોટણા ગામ હાલ સહેલાણીઓ માટે ફેવરિટ ટુરિસ્ટ પ્લેસ બન્યું છે. ખાસ કરીને નદી કિનારે કાયકસ રાઈડીંગ માટે વીકએન્ડ પર અહીં હજારો લોકોની ભીડ ઉમટે છે.

છેલ્લા 8-10 મહિનાથી આ વિસ્તાર પિકનિક સ્પોટ તરીકે ચલણમાં આવ્યો છે. અંદાજિત દર વીકએન્ડ પર અહીં 5 હજારથી વધુ લોકો ફરવા માટે આવે છે. ગામજનો એ અહીં કાયર્કિંગનો વ્યવસાય શરુ કર્યો છે. જેમાં રાઈડર્સને લાઈફ જેકેટ પ્રોવાઈડ કરવાની સાથે તેમની સુરક્ષા માટે તેમની આસપાસ સતત તૈનાત રહે છે. અહીં કોઈ પ્રકારનું ન્યુસન્સ ન ફેલાય માટે ગ્રામજનો હંમેશા તૈનાત રહે છે. અહીં સુર્યાસ્તનો નજારો ખુબ જ અદ્ભુત હોય છે. લોકો ઢળતી સાંજે કાયર્કિંગ તેમજ પ્રિ - વેડિંગ શૂટ માટે વધુ આવે છે. કારણ કે, કાયર્કિંગ એ નોર્થનો કોન્સેપ્ટ છે. જ્યારે ગુજરાતમાં એકમાત્ર કોટણામાં કાયર્કિંગ માટે સુચારું વ્યવસ્થા કરાયેલી છે.

Next Story