Connect Gujarat
વડોદરા 

વડોદરા : કાયદામંત્રીના "કડક" સુર, ફુટપાથ પર લારી ઉભી રાખવી કોઇનો અધિકાર નથી

મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર પુરાવ્યો છે

X

વડોદરા અને રાજકોટમાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવાના મનપાના નિર્ણય બાદ હવે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ આ નિર્ણયના સુરમાં સુર પુરાવ્યો છે.. વડોદરા અને રાજકોટમાં નોનવેજના વેચાણ દરમિયાન ખાદ્ય વસ્તુઓ ઢાંકીને રાખવા મહાનગરપાલિકાએ લારીધારકોને સુચના આપી છે. વડોદરામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલે આ મુદ્દો ઉઠાવ્યો હતો. ડૉ. હિતેન્દ્ર પટેલ બાદ હવે રાજયના કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન સામે આવ્યું છે.

વડોદરા એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલાં કાયદામંત્રીએ જણાવ્યું હતું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ. એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે, નોન વેજની લારી ન ઉભી રહી શકે. તેને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતુ હોય છે, જેના કારણે તેનો ધૂમાડો ઉડતો હોય છે. તે રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, તેને અટકાવવુ જ પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 16 હજાર કરતાં વધારે લારીઓ છે જેમાંથી 3 હજાર જેટલી લારીઓ ઉપર ઇંડા તથા નોન વેજનું વેચાણ થાય છે.

Next Story