Connect Gujarat
વડોદરા 

વડોદરા : રૂ. 40 લાખ રોકડા અને વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની LCBએ કરી ધરપકડ…

પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે.

વડોદરા : રૂ. 40 લાખ રોકડા અને વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોની LCBએ કરી ધરપકડ…
X

વડોદરા જિલ્લાના પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે. જોકે, 40 લાખ રૂપિયા રોકડા મળી આવતા પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના પાદરાના મુજપુર ચેકપોસ્ટ પર મોડી રાત્રે જિલ્લા એલસીબી પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધારવામાં આવ્યું હતું. જેમાં એલસીબી પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. તપાસ દરમિયાન મુજપુર તરફથી આણંદ તરફ જતી એક ટ્રકમાં તપાસ કરતા બોક્સમાં પેક કરેલા 40 લાખ રૂપિયા રોકડા તેમજ ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ મળી આવતા એલસીબી પોલીસે ટ્રક સાથે 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય લોકોની પૂછપરછ હાથ ધરતા તેઓએ બોરસદના રહેવાસી હોવાનું જણાવ્યુ હતું. પોલીસે GJ-01-DV-7307 નંબરની ટ્રક, 3 મોબાઈલ જપ્ત કરવા સહિત 3 લોકોની ધરપકડ કરી છે. જોકે, આટલી મોટી રકમ ક્યાં લઈ જવાતી હતી તે બાબતે પણ પોલીસે તપાસનો ધમધમા શરૂ કર્યો છે.

Next Story