Connect Gujarat
વડોદરા 

વડોદરાઃ પુષ્પા ફિલ્મની જેમ બુટલેગરોએ પણ દારૂની હેરાફેરી માટે દૂધના ટેમ્પોનો ઉપયોગ શરૂ કર્યો

બરોડા ડેરી અને અમૂલ દૂધ લખેલા ટેમ્પોમાં દારૂ બીયરની તસ્કરી માટે ચોર ખાનુ બનાવ્યું વડોદરા પોલીસની પીસીબી ટીમે પુષ્પા બનેલા બુટલેગરોનો ખેલ ઊંધો પાડ્યો રૂ.7.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

X

તાજેતરમાં જ રિલીઝ થયેલા ફિલ્મ પુષ્પા મોટા ભાગના લોકોએ જોઇ હશે, પુષ્પા ફિલ્મનો અભિનેતા દૂધના ટેમ્પોમાં ચોર ખાનુ બનાવી લાલ ચંદનની તસ્કરી કરતો જોવા મળે છે. ત્યારે વડોદરામાં બુટલેગરોએ દૂધના ટેમ્પોમાં દારૂની હેરાફેરી શરૂ કરી હતી. જોકે આ અંગેની ચોક્કસ બાતમી વડોદરા પોલીસની પીસીબી ટીમને મળતા તેમનો ખેલ ઊંધો પાડી લાખોના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી છે.

વડોદરા શહેર પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો દારૂના સપ્લાય માટે દૂધના ટેમ્પોનો ઉપયોગ કરી રહ્યાં છે. જેથી પીસીબીની ટીમ સતત આ બુટલેગરોને શોધી કાઢવાની ફીરાકમાં હતી. તેવામાં ચોક્કસ બાતમી મળી કે, નેશનલ હાઇવે નં-8 પરથી આ એક દુધનો ટેમ્પો પસાર થનાર છે. જેમાં ચોર ખાનુ બનાવી લાખોની કિંમતનો દારૂનો અને બિયરનો જથ્થો લઇ જવામાં આવનાર છે.ચોક્કસ બાતમી મળતા જ પોલીસની ટીમ હાઇવે પર વોચમાં ગોઠવાઇ ગઇ હતી. આ દરમિયાન રાત્રીના સમયે અમૂલ દુધ અને બરોડા ડેરી લખેલો એક ટેમ્પો નેશનલ હાઇવે નં-8 એલ.એન.ટી નોલેજ સીટી પાસેથી પસાર થતાં તેને રોકવામાં આવ્યો હતો. ટેમ્પો રોકી પોલીસ તપાસ કરતા ઉપરના ભાગે લોખંડની પ્લેટો લગાડી ચોર ખાનુ બનાવાલુ જોવા મળ્યું હતુ. જેમાં તપાસ કરતા બિયર અને દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસ ટેમ્પોમાં સવાર પુષ્કર ગણેશલાલ પટેલ અને વેનીરામ સુખલાલ પટેલની અટકાયત કરી દારૂ-બિયર સહિત કુલ રૂ. 7,60,900નો મુદ્દામાલ કબજે કરી રાજુ પટેલ અને રામલાલ પટેલને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

Next Story