વડોદરા : આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પર્દાફાશ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પોલીસે પર્દાફાશ કર્યો છે

New Update
વડોદરા : આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પર્દાફાશ, રૂ. 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

વડોદરા જિલ્લાના સાંકરદા ગામે આયુર્વેદિક સિરપના નામે દારૂ બનાવતી કંપનીનો પોલીસે પર્દાફાશ કર્યો છે, ત્યારે હાલ તો રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના સાંકરદા ગામ નજીક આવેલ દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આયુર્વેદિક સિરપ બનાવવાની આડમાં દારૂ બનાવતી કંપનીનો પર્દાફાશ થયો છે. કાનકસન અને શ્વાસવ દવાની બોટલમાં દારૂનું વેચાણ કરવાનું નેટવર્ક શહેર પીસીબીએ ઝડપી 3 શખ્સોની અટકાયત કરી છે. નીતિન કોટવાણી કે, જે અગાઉ નકલી સેનેટાઇઝરના કેસમાં પણ ઝડપાયો હતો. જોકે, તે સાંકરદામાં આયુર્વેદિક દવાના નામે દારૂ બનાવીને વેચાણ કરે છે, તેવી બાતમીના આધારે પીસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની ટીમે દુર્ગા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ખાતેના આ પ્લોટમાં દરોડો પાડયો હતો. આ પ્લોટમાં વિવિધ મશીનરી, દવા તેમજ અલગ અલગ સાઇઝની પ્લાસ્ટિકની બોટલો મળી હતી. આ બોટલોમાં પ્રવાહી ભરવામાં આવતું હતું. પોલીસે ફેક્ટરીમાં પ્રોડક્શન થતા પ્રવાહીના સેમ્પલ મેળવી એફએસએલનો પ્રાથમિક અભિપ્રાય મેળવતા તે આયુર્વેદિક સિરપ નહીં પરંતુ દારૂ હોવાનું જણાયું હતું. આ મામલે ત્યાં હાજર 3 શખ્સોની પૂછપરછ કરતા તેમણે આ કંપની નીતિન કોટવાણી તેમજ ભગત બિશ્નોઇ નામના શખ્સ હોવાનું જણાવ્યુ હતું. હાલ તો પોલીસે રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories