/connect-gujarat/media/post_banners/0e23716ad32ef86809885a63b5a14985f5e545e99aed6a8a9ce2bcfd91e4fe7f.webp)
ગતરોજ વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથડામાંથી લાખોનો દારૂ ઝડપી પડ્યો હતો સાથે એક શખસની ધરપકડ કરી છે. જ્યારે 2 શખસને વોન્ટેડ જાહેર કર્યા છે. આ મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર PCBને બાતમી મળી હતી કે શહેરના ગોલ્ડન ચોકડી બ્રિજ નીચેથી સુરત જતા રોડ પાસે હોટલ ન્યુ બાબા રામદેવના પાર્કિંગમાં ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો છે. જેના આધારે PCBની ટીમ દ્વારા ટ્રકમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. આ ટ્રકમાં પશુ દાણ ભૂંસાના કંતાણના કોથડામાં આ દારૂ સંતાડેલો હતો. PCB દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની 498 પેટી જેની કિંમત રૂપિયા 25,99,200ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક મળી કુલ કિંમત રૂપિયા 36,12,050નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.