Connect Gujarat
વડોદરા 

વડોદરા : ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણો પર મનપાનો સપાટો, અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ

શહેરમાં વધી રહેલા ગેરકાયદેના દબાણોના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

X

વડોદરા શહેરના નટુભાઇ સર્કલથી ગોત્રી સુધીના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેના લારી-ગલ્લાના દબાણો પર પાલિકાની ટીમ ત્રાટકી હતીમ જ્યાં ગેરકાયદે દબાણોનો સફાયો બોલાવતા અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો.

વડોદરા શહેરમાં વધી રહેલા ગેરકાયદેના દબાણોના લીધે ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે વધતાં જતાં અકસ્માતના બનાવો પર રોક લગાવવા માટે પાલિકા અને શહેર પોલીસ વિભાગ હરકતમાં આવી ગયું છે. જેથી શહેરમાંથી ગેરકાયદેના દબાણોનો સફાયો બોલાવવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જ્યાં પાલિકાની દબાણ ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે નટુભાઇ સર્કલ પાસે છેલ્લા ઘણા સમયથી ખાણીપીણીની લારી-ગલ્લાઓના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને પાલિકાની ટીમે ખાણીપીણીની લારી અને ગલ્લાઓના દબાણોનો સફાયો બોલાવી દીધો હતો, જ્યાં મનપા દ્વારા 2 ટ્રક ભરીને લારી-ગલ્લાઓ ઉઠાવી લેવામાં આવ્યા હતા.

Next Story