Connect Gujarat
વડોદરા 

વડોદરા: વરસાદી સિઝનમાં રોગચાળો વકર્યો, તાવના 400 કેસ નોંધાયા

વડોદરા શહેરમાં વરસાદનો હજુ પ્રથમ તબક્કો બાકી છે ત્યારે પાણીજન્ય રોગચાળો વકર્યો છે જેમાં તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે.

X

દર્દીઓથી હોસ્પિટલો ઉભરાતા પાલિકા હવે એક્શન મોડ પર આવી છે.

વડોદરામાં વરસાદ મન મૂકીને વરસતો નથી હજી માત્ર મેઘાની પ્રથમ ઇનિંગ પૂરી થવામાં છે ત્યારે શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. સામાન્ય તાવના ૪૦૦ કેસ વિવિધ વિસ્તારમાં નોંધાયા છે અને ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા છે.

પાલિકા તંત્રના ચોપડે દર્દીઓના આંક ૨૦ ટકા જેટલા ઓછા દર્શાવતા હોવાનું કહેવાય છે. જ્યારે બીજી બાજુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. વડોદરામાં હજી વરસાદનો પ્રથમ રાઉન્ડ માત્ર પૂરો થવામાં છે ત્યારે ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાવા માંડ્યા છે.

હાલ ડેન્ગ્યુના ૧૬ કેસ, ચીકુન ગુનિયાના ૧૦, જ્યારે ટાઈફોઈડના કેસમાં ૩૦ ટકાનો વધારો થયો છે અને મેલેરિયાના ૧૫ દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત સામાન્ય તાવના ૪૦૦ જેટલા કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે નોંધાયેલા નિયત કેસથી ૨૦ ટકા વધુ કેસ નોંધાયેલા હોય છે.

જોકે હાલમાં સરકારી સહિત ચેપી રોગની હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો પાણીજન્ય રોગચાળાના આધારભૂત વિગત એવી છે કે દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે

Next Story