Connect Gujarat
વડોદરા 

વડોદરા: રેતીની લીઝ મુદ્દે સાંસદ મનસુખ વસાવા ફરી આકરા પાણીએ,વહીવટી તંત્ર સામે ઉચ્ચારી આંદોલનની ચીમકી

કરજણ તાલુકાના નારેશ્વર ખાતે આવેલી રેતીની લીઝની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી જેના પગલે ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર ખાતે આવેલી રેતીની લીઝની સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લીધી હતી જેના પગલે ફરી એકવાર આ મુદ્દો ગરમાયો છે

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માલોદ ગામ નજીક ગત ફેબ્રુઆરી માસની 22 તારીખના રોજ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં હજુ પણ રેતીની લીઝ મુદ્દે કોઈ નિરાકરણ ન આવતા ગુરૂવારના રોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નારેશ્વર ખાતે પહોંચી રેતીની લીઝની મુલાકાત લીધી હતી જેના પગલે પુનઃ રેતીની લીઝનો મુદ્દો ગરમાયો છે. સાંસદ મનસુખભાઈ વસાવાની સાથે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ સહિત ભાજપ કાર્યકરો પણ જોડાયા હતા. આ અંગે તેઓએ જણાવ્યુ હતું કે ઘણા સમયથી નદીના પટમાં લીઝ સિવાયની સરકારી જમીનમાંથી રેતી કાઢવામાં આવે છે. દરરોજ ૫૦, ૬૦, ૧૦૦ ટ્રકો રોયલ્ટી વિનાના જાય છે જેનો સર્વે થવો જોઈએ જે પણ રેત માફિયા તેમજ રેતી ચોરી કરતાં તત્વો સામે કાર્યવાહી થવી જોઈએ અને કોઈ પગલા ન લેવાય તો વહીવટી તંત્ર સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Next Story