વડોદરા : કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નું સમાપન કરાયું

ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

New Update
વડોદરા : કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ઉપસ્થિતિમાં "સાંસદ ખેલ સ્પર્ધા"નું સમાપન કરાયું

વડોદરા શહેરના સમા વિસ્તાર સ્થિત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે "સાંસદ ખેલ સ્પર્ધા" અંતર્ગત રમતવીરોની ખેલદિલીને પ્રોત્સાહિત કરવા હેતુ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સાંસદ રંજન ભટ્ટ દ્વારા રમત ગમત એસોશિએશન-વડોદરાના સહયોગથી આયોજિત "સાંસદ ખેલ સ્પર્ધા-2022"ના સમાપન સમારોહનું આયોજન કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા સાંસદ સહિત ધારાસભ્યોની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું,

શહેરના સમા વિસ્તાર સ્થિત સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આજરોજ "સાંસદ ખેલ સ્પર્ધા" અંતર્ગત રમતવીરોની ખેલદિલીને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. સાંસદ ખેલ સ્પર્ધાના ભાગરૂપે આજરોજ સમાપન સમારોહમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજન ભટ્ટ સહિત ધારાસભ્યો અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે તમામ ખેલાડીઓને ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

Latest Stories