Connect Gujarat
વડોદરા 

વડોદરા : ગોત્રી હાઇટેન્શન રોડ પરના દબાણો પર ફરી વળ્યું પાલિકાનું બુલ્ડોઝર, ખુદ મેયરે કામગીરીનું કર્યું નિરીક્ષણ...

વડોદરા શહેરની પાલિકાની દબાણ શાખા ટીમ હાલ શહેરમાં રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે.

X

વડોદરા શહેરની પાલિકાની દબાણ શાખા ટીમ હાલ શહેરમાં રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ ચલાવી રહી છે. ક્યાંક ગેરકાયદેસર ચાલતા ઢોરવાડા તો વળી ક્યાંક રોડ પર રહેલા દબાણો દૂર કરી રહી છે. જેમાં શહેરના મેયર કેયુર રોકડિયાએ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ગતરોજ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હાઇ ટેન્શન રોડ પર પાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેનુ નિરીક્ષણ કરવા માટે મેયર કેયુર રોકડિયા પહોંચ્યા હતા. આજે પણ જેટલા દબાણો બાકી છે, તેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મેયર કેયુર રોકડિયાએ જણાવ્યુ હતુ કે, જે પણ 2 હાઇટેન્શન વચ્ચે જે રીતે લોકોએ દબાણ કર્યુ છે, તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ આખી જગ્યા પરથી દબાણો દૂર કરવાનું કામ દબાણ શાખાની ટીમ કરી રહી છે. આ દબાણો દૂર કરીને લોકોની સુવિધામાં વધારો કરી શકાશે. ગોત્રી શાક માર્કેટ પાસે રોજેરોજ લોકોએ અટવાવુ પડે છે, ત્યારે આ જગ્યા પર માર્કેટ સિફ્ટ કરવાનું કોર્પોરેશન વિચારી રહી છે. એટલું જ નહીં, આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો પણ બન્યો હોય, અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ થતી હતી. જેના પર આજે કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ દબાણો દૂર કરીને અહીં ગાર્ડન, સ્વીમીંગ પુલ અને જિમ બને તેવી કોર્પોરેશનની તૈયારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવતા ખુદ કેયુર રોકડિયા ગોત્રી હાઈટેન્શન રોડ પરના દબાણ દૂર કરવાની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા.

Next Story