Connect Gujarat
વડોદરા 

વડોદરા : કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશન સામે મહિલાએ જ કરી પરિણીતાની હત્યા, પોલીસ તપાસ શરૂ...

પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા.

X

વડોદરા શહેરના કારેલીબાગ સ્થિત મહિલા પોલીસ સ્ટેશન સામે જ ગતરોજ હત્યાની ઘટના બની છે. પિયરમાં આવેલી પરિણીત યુવતી સાથે પાડોશીમાં રહેતી મહિલાએ ઝઘડો કરી છાતીના ભાગે ચાકુના ઘા મારી દીધા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન સામે મણિયાર મહોલ્લામાં નિહનાજ બાનું નામની પરિણીતા તેની સાસરી રાજપારડીમાંથી વડોદરાના મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા મણિયાર મહોલ્લામાં તેના ઘરે પિયરમાં રહેવા આવી હતી. જ્યાં પાડોશમાં રહેલી સબીના જોડે નિહનાજ બાનુને બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ વાત એટલી વણસી કે, ઝગડો ઉગ્ર થઇ ગયો અને ત્યારબાદ સબીનાએ નિહનાજ બાનુને બેરહેમી પૂર્વક છાતીના ભાગે ચાકુના ઘા ઝીંકીને તેને અધમરેલી હાલત કરી નાંખી હતી. બનાવના પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત નિહનાજ બાનુને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યું હતું.

કારેલીબાગ નજીક મણિયાર મહોલ્લામાં ખેલાયેલા ખૂની ખેલ બાદ હોસ્પિટલમાં હાજર હત્યાની આરોપી સમીના ત્યાંથી નાસી છુટી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા મહિલા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સબીનાના તથા નિહનાજ બાનું વચ્ચે પારિવારીક મામલો આ ખુની ખેલ પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, બનાવને પગલે સ્થાનિક પોલીસે સયાજી હોસ્પિટલ અને ઘટના સ્થળે પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

Next Story