વડોદરામાં સગીરા બની હતી ગેંગ રેપનો ભોગ
નવરાત્રીમાં જ સંસ્કારી નગરી થઇ હતી લજ્જિત
પાંચ માંથી ત્રણ યુવકોએ સગીરા પર દુષ્કર્મ આચર્યું
પોલીસે હાલ પાંચની ધરપકડ કરીને તપાસ શરૂ કરી
CCTV સર્વેલન્સ સહિતની તપાસથી નરાધમોને દબોચી લેતી પોલીસ
વડોદરામાં ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાતે એક સગીરા ગેંગ રેપનો શિકાર બની હોવાની ચકચારી ઘટના બની હતી.અને પોલીસ માટે પણ પડકાર ફેંક્યો હતો,જોકે પોલીસની મહેનત રંગ લાવી હતી અને પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વિધર્મી આરોપીઓની ધરપકડ કરીને જેલ ભેગા કરી દીધા હતા.
વડોદરામાં નવરાત્રીનીરાત્રીએજ ગેંગ રેપની ઘટના પ્રકાશમાં આવતા જ સંસ્કારી નગરી લજ્જિત બની હતી.વડોદરાના ભાયલી વિસ્તારમાં નવરાત્રીની રાત્રે સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી હતી.સગીરા પોતાના મિત્ર સાથે અવાવરું જગ્યામાં બેઠી હતી,તે દરમિયાન બે બાઈક પર પાંચ અજાણ્યા યુવકો આવ્યા હતા,અને યુવતી અને યુવક સાથે હિન્દી તેમજ ગુજરાતીમાં અભદ્ર ભાષામાં વાત કરીને ત્રણ યુવકોએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ ઘટનાનીજાણ તાલુકા પોલીસ મથકને થતા જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસે વૈજ્ઞાનિક ઢબે પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથધરવામાં આવી હતી.
આચકચારી ઘટનાની સઘન તપાસમાં વડોદરા ક્રાઇમબ્રાન્ચ,SOG,PCB સહિતની ટીમ જોડાઇ હતી.પોલીસ દ્વારા ગુનાના નરાધમોને ઝડપી લેવા માટે રાત દિવસ એક કરી દીધા હતા,અને CCTV સર્વેલન્સ સહિતની ટેક્નોલોજીના ઉપયોગ સાથે પોલીસે નરાધમોને દબોચી લીધા હતા.જેમાં મૂળ ઉત્તર પ્રદેશના વિધર્મી મુન્ના અબાસ વણજારા,મુમતાઝ જુબેદાર અને શાહરૂખ આ ત્રણેય મુખ્ય આરોપીઓની પોલીસે ધપરકડ કરી છે.આરોપીઓPOPના વ્યવસાય સાથે સંકળાયેલા છે.જ્યારે સૈફ અલી વણજારા અને અજમલ વણજારાને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે,તેમજ પાંચ આરોપીઓની ધરપકડ કરીને તેમના વાહન પણ કબ્જે કર્યા છે,અને વધુ તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા શરૂ કરવામાં આવી છે.