Connect Gujarat
વડોદરા 

વડોદરા: નવલખી મેદાન ખાતે PM નરેન્દ્ર મોદીની હાજરીમાં નારી વંદન કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.

X

વડોદરા શહેર ભાજપ દ્વારા આજે નવલખી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં "નારી વંદન" કાર્યક્રમ યોજાયો હતો વડોદરા શહેર ભાજપ દ્વારા આજે નવલખી મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં "નારી વંદન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તડકા અને બફારા વચ્ચે મોટી સંખ્યામાં મહિલાઓ સભાસ્થળે ઉમટી પડી હતી. મહિલાઓથી સભાસ્થળ ખીચોખીચ ભરાઇ ગયું હતું. ત્યારે નરેન્દ્ર મોદી ખુલ્લી જીપમાં નવલખી મેદાનમાં મહિલાઓનું અભિવાદન ઝીલતા પહોંચ્યા હતા.

મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, તમે એમ ન માનતા કે આ બધા સુધરી ગયા, પણ તમારો તાપ એટલો પડ્યો કે બિલ પાસ કરાવવું પડ્યું, એનો જરાક રેકોર્ડ જોજો પાર્લામેન્ટમાં બિલ ફાડી નાખતા, પહેલા હતા એ પણ તમારી સાથે બેઠા છે. એકબીજા સાથે મેચ ફિક્સીંગ કરતા હતા. હવે એ લોકોએ નારી શક્તિના ભાગલા પાડવાનું નક્કી કર્યું છે.

ગઠબંધને મહિલા અનામત બિલને મનથી સમર્થન નથી કર્યું, કમને કર્યું છે એટલે તેનાથી ચેતતા રહેજો, આ ઈન્ડિયા નહીં ઘમંડિયા ગઠબંધન છે. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, નારી સશક્તિકરણ માટે દેશમાં જે પ્રયાસો થયા તેમાં વડોદરાને સિમાચ્ન્હ ગણવામાં આવે છે. ગાયકવાડી સરકારમાં મફતમાં દીકરીઓને ભણાવવી ફરજિયાત કરવામાં આવ્યું હતું. એમએસ યુનિવર્સિટીમાં ચાન્સેલર તરીકે મહિલા જ આપણને માર્ગદર્શન આપે. દેશ-દુનિયામાં હંમેશા ગુજરાતના મોડલની ચર્ચા થાય છે.

Next Story