/connect-gujarat/media/post_banners/b022ba9ad99eb60663b5c13e229567d0c039b1fd5c3d64680fb2b72fda0f50d8.jpg)
વડોદરા NDRFની ટીમ કોઈપણ પરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે વડોદરાથી 19 જેટલી બટાલીયન ટુકડી કચ્છ અને દ્વારકા પહોંચી રાહત અને બચાવ સહિત લોકોના સ્થળાંતર માટે કામગીરી કરી રહી છે.બિપરજોય વાવાઝોડા બાદ કચ્છમાં અનેક જગ્યાએ વૃક્ષો ધારાશાહી થયા છે, ત્યારે આ વૃક્ષોને હટાવવા માટે NDRF દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરાથી 19 જેટલી બટાલીયન ટુકડી કચ્છ-ભુજમાં તૈનાત કરવામાં આવી છે. જેઓ દ્વારા હાલ બચાવ કામગીરી તેમજ રસ્તામાં ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના રૂપેણ બંદરના નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા કેટલાક લોકોનું NDRFની ટીમે રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડયા હતા.
વડોદરા NDRFની ટીમ કોઈપણ પરિસ્થિતને પહોંચી વળવા સક્ષમ છે, ત્યારે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં વડનું વિશાળકાય વૃક્ષ એકાએક તેજ ગતિથી ફૂંકાયેલ પવનના કારણે ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાથી 3 લોકોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તો એક રીક્ષા અને 2 બાઇક પર વૃક્ષ પડવાના કારણે નુકસાન થયું છે. વૃક્ષ પડી જવાથી નાગરવાડા જતો મુખ્ય માર્ગ બંધ થઈ જતાં લોકો અટવાયા હતા, જ્યારે ફાયર વિભાગના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃક્ષ હટાવી માર્ગને પુનઃ શરૂ કરવાની કામગીરીમાં જોતરાયા હતા.