Connect Gujarat
વડોદરા 

વડોદરા: તંત્રની બેદરકારીએ જીવતા માણસને જાહેર કર્યો મૃત, સરકારી લાભો ન મળતા વૃદ્ધ મુશ્કેલીમાં !

વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે.

X

વડોદરા શહેરના રહેવાસી જીવતા હોવા છતાં પણ છેલ્લા ઘણા વર્ષોથી મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ સરકારી પુરાવા હોવા છતાં પણ સરકારી કામોનો લાભ લઈ શકતાં નથી જેથી હવે વૃદ્ધાવસ્થામાં મુશ્કેલીનો ટોપલો માથે પડેલો છે

વડોદરાની શહેરના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા, જેમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. છેલ્લા બે વખતથી મતદાનના દિવસે મતદાન કરવા જતા તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. આ બાબતે તેઓએ સરકારી કચેરીઓના અનેક ધક્કાઓ ખાધા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શહેરની વાડી વિધાનસભા બેઠકના ઉમેદવારને જ્યારે તેઓ મત આપવા માટે પહોંચ્યા ત્યારે તેમનું નામ મતદાન યાદીમાં ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું.રાજુભાઈ પાસે પોતાની ઓળખના તમામ પુરાવાઓ હોવા છતાં પણ આ પ્રકારની બેદરકારી કેવી રીતે ઊભી થઈ શકે એ જાણવા જેવું છે. સરકારી પુરાવાઓ હોવા છતાં રાજુભાઈને કોઈ પણ સરકારી કામ મળતું નથી અને સરકારી લાભ પણ લઈ શકતા નથી. રાજુભાઈએ ઘણી વખત કચેરીઓના ધક્કા ખાઈને પુરાવા બતાવ્યા છે છતાં પણ તેમણે સરકારી ચોપડે મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. જીવિત હોવા છતાં તેમનું નામ મતદારયાદીમાંથી નીકળી ગયું હોવાથી તેમને કોઈ સરકારી લાભ પણ મળતા નથી. ત્યારે આજે તેઓએ પોતાની વ્યથા વર્ણવી છે અને તંત્ર મદદ કરે તેવી રજૂઆત કરી છે.

Next Story