-
નિર્ભયાનો જીવનમરણ વચ્ચેનો જંગ
-
એસએસજી હોસ્પિટલમાં છે સારવાર હેઠળ
-
બાળકીની તબિયત છે નાજુક
-
48 કલાકમાં લોહીના ત્રણ યુનિટ અપાયા
-
તબીબો કરી રહ્યા છે ધનિષ્ટ સારવાર
વડોદરા એસએસજીમાં ક્રિટિકલ સારવાર હેઠળ રહેલી નિર્ભયાની તબિયત હજી પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે,અને તબીબો દ્વારા તેની ધનિષ્ટ સારવાર કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના એક ગામમાં બળાત્કારનો ભોગ બનેલી માસુમ બાળકી હાલ વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. ગત રાતે તેની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું છે.છેલ્લા છ દિવસથી તે વેન્ટિલેટર પર છે અને 48 કલાકમાં તેને લોહીના ત્રણ યુનિટ ચડાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે વડોદરા એસએસજી હોસ્પિટલના RMO હિતેન્દ્ર ચૌહાણે માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત અત્યંત નાજુક છે. અને તબીબો દ્વારા ધનિષ્ટ સારવાર કરીને બાળકી જલ્દી સ્વસ્થ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.