વડોદરા:સામાન્ય વરસાદમાં રોડની હાલત કફોડી,પ્રિમોન્સૂનની કામગીરી પર સવાલ

વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છે, ત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે.

New Update

સમગ્ર રાજ્યમાં હાલમાં વરસાદની હેલી અવિરત ચાલુ છેત્યારે રાજ્યના વિવિધ શહેરોમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ અવિરત છે.

વડોદરા શહેરમાં પણ સામાન્ય વરસાદ વરસ્યો છેત્યારે એટલા સામાન્ય વરસાદમાં જ વડોદરા મહાનગરપાલિકાની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. સામાન્ય વરસાદમાં શહેરના રોડ રસ્તા બેસી રહ્યા છે અને અહીં ખાડા નહીં પરંતુ ભૂકંપ જેવી સ્થિતિ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરા શહેરના આંતરિક રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે. તો બીજી તરફ કેટલાક રેલવે અન્ડર પાસ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે.

જેને લઇ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે સાથે છાણી વિસ્તારમાં અંડર પાસ ભરાતા આ અંગે કોંગ્રેસ કોર્પોરેટર હરીશ પટેલે જણાવ્યું હતું કેવોર્ડ નંબર એકનો છાણી બાજવા ચાર રસ્તાથી બાજવા તરફ જતો આ અંડર પાસ છેદર વર્ષે અહીં પાણી ભરાઈ જાય છેઆગળ બાજવા માટે બ્રિજ બનાવે છે. પરંતુ અહીંથી જ કોઈ પસાર નથી થઈ શકતું તે બ્રિજ શું કામનો. આ અંગે સત્વરે મશીન દ્વારા પાણી બહાર કઢાય અને નાગરિકોની અવરજવર માટે ખુલ્લો મુકાય તેવી અમારી માંગ છે.આ બાબતે પરમેનન્ટ સોલ્યુશન માટે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છેકે અહીં પણ ઓવરબ્રીજ બનાવવામાં આવે. જેથી કરીને ચોમાસાની સ્થિતિમાં લોકોને અવર-જવરની તકલીફ ન પડે. અહીંથી ધંધા રોજગાર માટે હજારો લોકો પસાર થતા હોય છે અને સાથે જ જીએસએફસી કંપનીનું રો-મટીરીયલ પણ અહીંથી જ પસાર થતું હોય છે. આ બ્રિજનું ટેમ્પરરી નહીં પરંતુ પરમેનન્ટ સોલ્યુશન આવે માંગ કરવામાં આવી છે. 

Latest Stories