/connect-gujarat/media/media_files/2026/02/21/new-nse-2026-02-21-18-18-18.png)
સેબીના નેતૃત્વ હેઠળ, NSE દ્વારા વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે એક પ્રભાવશાળી 'ઇન્વેસ્ટર સેમિનાર ફોર અવેરનેસ' (RISA - રીસા)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર ભારતમાં નાણાકીય સાક્ષરતા અને રોકાણકાર સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે સેબીના નેતૃત્વ હેઠળ, NSE દ્વારા 'ઇન્વેસ્ટર સેમિનાર ફોર અવેરનેસ' (RISA - રીસા)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઇનાન્સિયલ (નાણાકીય) જગતની વિવિધ ચર્ચાઓમાં ભાગ લેવા માટે રેગ્યુલેટર્સ, માર્કેટ નિષ્ણાતો, ફેકલ્ટી મેમ્બર્સ અને સિનિયર વિદ્યાર્થીઓને એક મંચ પર લાવવામાં આવ્યા હતા. NSEના આ ઇન્વેસ્ટર અવેરનેસ સેશને માહિતગાર અને જવાબદાર રોકાણના સંદેશને વધુ સુદ્રઢ બનાવ્યો છે, ત્યારે આ સેમિનારનું એકસાથે અનેક ક્લાસરૂમમાં લાઇવ-ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું, જેનાથી તેની પહોંચ વિસ્તરી અને તે ઇનોવેશન-આધારિત જાગૃતિ પહેલ બની ગયો. આનાથી ફેકલ્ટી સભ્યો અને સિનિયર વિદ્યાર્થીઓ સાથે સાર્થક જોડાણ સુનિશ્ચિત થયું, અને બહોળી ભાગીદારી તેમજ ઇન્ટરેક્ટિવ લર્નિંગ (આદાન-પ્રદાન સાથેના શિક્ષણ)ને પ્રોત્સાહન મળ્યું. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને સેબીના હોલ ટાઇમ મેમ્બર સંદીપ પ્રધાને જણાવ્યું હતું કે, “સુરક્ષિત રોકાણ માટે 'સેબી ચેક' નો ઉપયોગ કરવો અને માન્ય UPI એપ્સ દ્વારા જ પેમેન્ટ થાય તેની ખાતરી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે.
સેબી નાણાકીય છેતરપિંડી પ્રત્યે 'ઝીરો-ટોલરન્સ' (શૂન્ય-સહનશીલતા)ની નીતિ ધરાવે છે, અને વિવિધ નાણાકીય માધ્યમો માટે રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે.” આ કાર્યક્રમમાં સેબીના GM અને RD-WRO વિકાસ સુખવાલ, સેબીના DGM બાલકુમારી અને સેબીના AGM મનીષ કુમાર ગુપ્તાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. NSE તરફથી આ કાર્યક્રમમાં SVP આવિષ્કાર નાયક અને VP જોગીન્દર સિંહે હાજરી આપી હતી, અને સભાને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમને એક નવો આયામ આપતા, વિદ્યાર્થીઓએ નાણાકીય છેતરપિંડીની જાગૃતિ પર એક વિચારપ્રેરક લઘુનાટિકા (સ્કિટ) રજૂ કરી હતી, જ્યારે NSE દ્વારા યોજાયેલી આકર્ષક ક્વિઝે સેમિનારમાં મજબૂત ભાગીદારીપૂર્વકના શિક્ષણના તત્વો ઉમેર્યા હતા. અત્રે નોંધનીય છે કે, RISA જેવા કાર્યક્રમો દ્વારા NSE સેબીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતમાં આર્થિક રીતે જાગૃત, સતર્ક અને સશક્ત રોકાણકારોનું નિર્માણ કરવાનું યથાવત રાખ્યું છે, તારે આ સેમિનાર ભારતમાં માહિતગાર, જવાબદાર અને સુરક્ષિત રોકાણની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટેની નિયમનકારી સંસ્થાઓ અને માર્કેટ સંસ્થાઓની સામૂહિક પ્રતિબદ્ધતાના પ્રમાણ સમાન સાબિત થયો છે.