Connect Gujarat
વડોદરા 

વડોદરા: હડતાળના પાચમાં દિવસે SSG હોસ્પિટલના સરકારી તબીબોએ ગાયત્રી યજ્ઞ કરી અનોખી રીતે નોંધાવ્યો વિરોધ

રાજ્યના સરકારી તબીબોની હડતાળના ચોથા દિવસે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના તબીબોએ ગાયત્રી યજ્ઞ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો

X

રાજ્યના સરકારી તબીબોની હડતાળના પાંચમાં દિવસે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના તબીબોએ ગાયત્રી યજ્ઞ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શિત કર્યો હતો

ગુજરાત રાજ્યના સરકારી ડોક્ટરો દ્વારા છેલ્લા ૪ દિવસથી હડતાળ પર ઉતર્યા છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ડોક્ટરો પાચમાં દિવસે ગાયત્રી હવન કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ડોક્ટરોએ સરકારને અવાર નવાર સમય આપવા છતાં પણ તેમની માગણીઓ અંગે નિર્ણય લેવાયો નથી. જેને પગલે ગુજરાત રાજ્ય ડોક્ટર એસોસિયેશન હડતાળનો માર્ગ અપનાવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તબીબો દ્વારા કોરોના સમયે પણ બાહોશ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે ફરજ પરની નિષ્ઠા બદલ તબીબો દ્વારા વિવિધ માગો કરવામાં આવી રહી છે જેમાં મુખ્ય માંગ તેમની જૂની પેન્શન સ્કીમ લાવામાં આવે એ છે.જો કે સરકાર દ્વારા તે સંતોષવામાં ના આવતાં હવે તેઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.

Next Story