/connect-gujarat/media/post_banners/97449733c960533ce8f18f4a645147fbcd7be1473ca0d4cd57a99ba0bc0e28e2.jpg)
વડોદરાના અત્યંત સંવેદનશીલ મનાતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રે ક્રિકેટ મામલે રમવા બાબલે થયેલ ઝગડા બાદ કોમી છમકલુ થતા પોલીસે તોફાની તત્વોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે
વડોદરા શહેરના અત્યંત સંવેદનશીલ મનાતા અને છાસવારે કોમી છમકલાં થતા પાણીગેટ વિસ્તારમાં મોડી રાત્રી દરમિયાન ખાનકાહ મહોલ્લા પાસે ક્રિકેટ રમવા મામલે થયેલા ઝઘડામાં બે કોમના ટોળા આમને સામને આવી ગયા હતા.આ ઘટનામાં એક યુવાન ઉપર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરતા ઇર્જાગ્રસ્તને એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે અને જોકે જોતામાં બને કોમ વચ્ચે પથ્થરમારો શરૂ થઇ જતા મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડો હતો જોકે તોફાની ટોળા દ્વારા પોલીસ પહોંચે તે પહેલા ટુ વ્હીલર, ઓટો રીક્ષા સહિત વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી બનાવને પગલે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી